મોરબીમા નવયુગ કેરિયર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની નવી બેચ શરૂ થશે

 

મોરબી : મોરબીમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નવયુગ કેરિયર એકેડમી નવી બેચ શરૂ કરવા જઈ રહી છે. આ બેચમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયુ છે.

નવયુગ કરીયર એકેડેમી દ્વારા તલાટી, ટેટ, ટાટ, બિન સચિવાલય, ક્લાર્ક, પોલીસ, ફોરેસ્ટ, રેલવે જેવા અનેક સરકારી વિભાગ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસની નવી બેચ શરૂ થઈ રહી છે.જેમાં ગુજરાતની નંબર વન શિક્ષકોની ટીમ અને બેસ્ટ મટીરીયલ તેમજ ફૂલ ડે લાઈબ્રેરીની સુવિધા આપવામાં આવે છે.

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે જેમને ધોરણ – 12 માં 60 ટકા હોય તેમને આ ક્લાસની કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. રજીસ્ટ્રેશન માટે મો.નં. 9727247472 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.