મોરબીમાં એક્ટિવામા ચાર બોટલ દારૂ લઈ જતા બે શખ્સો પકડાયા

- text


 

અન્ય બે શખ્સોનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધતી એ ડિવિઝન પોલીસ

મોરબી : મોરબીમાં એક્ટિવામાં ચાર બોટલ દારૂ લઈને જતા બે શખ્સોને એ ડીવીઝન પોલીસે પકડી પાડ્યા છે. જો કે પ્રાથમિક પૂછપરછમા અન્ય બે આરોપીઓના નામ ખુલતા પોલીસે તેમની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રોડ પર એક્ટિવામાં વિદેશી દારૂની ચાર બોટલ લઈને જતા વિશાલ પ્રવીણભાઈ સેખાણી ઉ.વ. ૧૯ અને ભાવેશ નારણભાઈ સરવૈયા ઉ.વ. ૨૦ને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા હતા. આ બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછમા જીગર ઉર્ફે જીગલો જીલુભાઈ ગોગરા અને એજાજ મહેબૂબભાઈ ચાનિયાનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text