મોરબીના ખારચિયા નજીક બાઈકે ઠોકર મારતા મહિલાને ગંભીર ઇજા

- text


 

મોરબી : મોરબીના ખારચિયા નજીક હાઇવે પર બાઇકની ઠોકર લાગતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલિસે બાઈકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખારચીયા ગામ પાસે હાઇવે પર રોશનબેન ઇબ્રાહિમભાઈ સેતાને જીજે ૧૦ એકે ૩૭૭૧ નંબરના બાઈકે ઠોકર મારીને પછાડી દીધા હતા. આ અકસ્માતમાં રોશનબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

આ મામલે ઇજાગગ્રસ્ત મહિલાના પતિ રજાકભાઈ ઇબ્રાહિમભાઈ સેતાએ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાફ નોંધાવતા પોલીસે બાઈકચાલક અમરશીભાઈ નારણભાઇ સોનાગ્રા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text