હળવદના ટિકર ગામે જુગાર રમતા ૭ પકડાયા : રૂ. ૧.૮૬ લાખની રોકડ જપ્ત

- text


 

હળવદ : હળવદના ટિકર ગામે ચાલતા મોટા જુગાર ધામ પર મોરબી એલસીબીએ દરોડો પાડીને જુગાર રમતા ૭ શખ્સોને રૂ. ૧.૮૬ લાખની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે હળવદ તાલુકાના ટિકર ગામે ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા નાનજી ધનજીભાઈ ચાવડા, ઈશ્વર કાશીરામભાઈ સીણોજીયા, કરમશી હરજીભાઈ હડિયલ, પ્રેમજી વિરજીભાઈ એરવાડીયા, મનસુખ ઉર્ફે મંત્રી બેચર એરવાડિયા, રતી રામજીભાઈ એરવાડિયા અને સંજય શંકરભાઈ એરવાડિયાને રૂ. ૧.૮૬ લાખની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text