મોરબીમાં ન્યુઝ 18 ગુજરાતી ચેનલ દ્વારા બુધવારે ચૂંટણીનો મહાસંગ્રામ કાર્યક્રમ

 

મોરબી : મોરબીમાં આગામી તા. ૩ને બુધવારના રોજ ઓમ પાર્ટી પ્લોટ ખાતે ચૂંટણીના મહાસંગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોના આગેવાનો અને પ્રજા ઉપસ્થિત રહીને ડિબેટમાં ભાગ લેશે.

મોરબીમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સંદર્ભે ઠેર ઠેર ચૂંટણીના ચોરા અને મતદાતાઓના મત જાણવામાં આવે છે ત્યારે આગામી તા.૦૩ એપ્રિલના બુધવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વાગ્યા દરમ્યાન ન્યુઝ ૧૮ ગુજરાતીની ટીમના હોસ્ટ એન્કર પંકજ શર્મા અને મોરબી જીલ્લાના ન્યુઝ ૧૮ ગુજરાતીના પત્રકાર દ્વારા મહાસંગ્રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાજપના આગેવાન,કોંગ્રેસના આગેવાન અને અન્ય પાર્ટીઓના પ્રતિનિધિઓ હાજર રહી પ્રજાલક્ષી કરવામાં આવેલ વિકાસ અને આગામી સમયમાં થનારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવશે તેમજ આપના પ્રશ્નોની પણ ચાલી રહેલ ગડમથલ અને ધારદાર રજૂઆતો માટે અવશ્ય હાજર રહો તેવી અપીલ કરાઈ છે. વધુ વિગત માટે અતુલ જોશી, ન્યુઝ 18 ગુજરાતી ઓફિસ ઘનશ્યામ પ્લાઝા, દુકાન નં.૦૮,રવાપર રોડ ,મોરબી, મો.૯૯૨૫૪૮૬૯૯૯નો સંપર્ક કરવા જણાવાયું છે.