મોરબી : શહીદદિને યોજાયેલ નિબંધલેખન સ્પર્ધાનું પરિણામ જાહેર

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં 220 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

મોરબી : 23 માર્ચ શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રધાંજલિ આપવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા વિવિધ વિષયો પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.
ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભાવપૂર્વક શ્રધાંજલી અર્પવા માટે અને આજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓ, ક્રાંતિકારીઓ વિશે જાણે, અને તેમના બલિદાનને યોગ્ય સંદર્ભમાં સમજે એ હેતુથી નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

1. ભારતનો સ્વતંત્ર સંગ્રામ,
2. આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ,
3.આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે શહીદ ભગતસિંહ, આ ત્રણ વિષયો આ માટે રાખવામાં આવ્યા હતા.
નિબંધ લેખન માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ધોરણ 8 થી કોલેજ સુધીના 220 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં માધ્યમિક વિભાગમાં 87 માર્ક સાથે પ્રથમ ક્રમાંક જોબનપુત્રા હિરવા જીતેન્દ્રભાઈ, 85 માર્ક સાથે બીજા ક્રમે વ્યાસ દિયા શૈલેષભાઈ, 82 માર્ક સાથે ત્રીજા ક્રમે બે વિદ્યાર્થીઓ ફેફર પ્લેનટી મહેશભાઈ અને પંડીત અપેક્ષા રૂપેશભાઈએ નંબર પ્રાપ્ત કરેલ છે.

- text

એવી જ રીતે ઉચ્ચતર
માધ્યમિક વિભાગમાં 82 માર્ક સાથે વડગામ દ્રષ્ટિ મનીષભાઈ તેમજ 80 માર્ક સાથે ઈંગ્લિશમાં મીરાની બન્સી જસવંતભાઈ અને દેલવાડીયા કલ્પેશ ભૂપતભાઈ એમ બન્નેએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 78 માર્ક સાથે સવસાની દીપ કાંતિલાલ તેમજ ભલોડિયા એકતા વિજયભાઈએ તૃતિય નંબર પ્રાપ્ત કરીને ઇનામો મેળવ્યા હતા.આ વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું. નિબંધલેખન સ્પર્ધાના આયોજક દેવેનભાઈ રબારી દિનેશભાઈ વડસોલા વગેરેએ અભિનંદન સાથે જીવનમાં ખુબ ખુબ આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text