વાંકાનેર : સાળા અને બનેવી વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના લાકડધાર ગામે પ્રેમલગ્ન કરનાર સાળા અને તેના બનેવી વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામકે સામસામી ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે બન્ને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના લાકડધાર ગામે રહેતા હંસાબેન ઈશ્વરભાઈ જખાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ તેમના પતિ સાથે પ્રેમલગ્ન કર્યા હોય જેનું સારું ન લાગતા તેના ભાઈ જીલુભાઈ જગુભાઈ સાડમિયાએ તેને તેમજ તેના પતિને માર માર્યો હતો. સામા પક્ષે જીલુભાઈ જગુભાઈ સાડમિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તે તેની બહેનને તેડવા ગયો હોય જેનું સારૂ ન લાગતા ઈશ્વર વિરજીભાઈ જખાણીયાએ તેને માર માર્યો હતો. તાલુકા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text