મોરબીમાં માતૃભૂમિ ટ્રસ્ટનો દેશભક્તિનો છ દિવસીય કાર્યક્રમ સફળતાથી સંપન્ન

- text


મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને માણ્યો : અનેક લોકોએ વ્યસનમુક્તિ અને રાષ્ટ્રસેવાના સંકલ્પ લીધા

મોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શામ શહીદો કે નામ અને ઈન્ડિયા સે ભારત કી ઔર દેશભકતિ ગીત સંધ્યાનો છ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયો છે. આ છ દિવસીય કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ઉપરાંત કાર્યક્રમમાં અનેક લોકોએ વ્યસનમુક્તિના અને રાષ્ટ્ર સેવાના સંકલ્પ લીધા હતા.

કાર્યક્રમમાં તા. ૨૨ માર્ચના રોજ મોરબીની શાળાઓના રાષ્ટ્રભક્ત બાળકો દ્વારા દેશભકતિથી ભરપુર નાટકો રજૂ કરવામાં આવેલ. તેમાંથી અનેક લોકોને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા મળી હતી. ૨૩માર્ચના આંતરરાષ્ટ્રીય કલાકાર બાબા સત્યનારાયણ મોર્યએ માત્ર મીનીટમાં ભારતમાતા, ભગતસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજના ચિત્રો દોરીને તેમાં કલર પુરી દર્શકોને અચંબામાં નાખી દિધા હતા. ૨૪ માર્ચના રોજ ભોપાલથી આવેલા ડો. નરેન્દ્રભાઈ જૈને એલોપથી દવાઓની ભયંકર આડઅસર વિષે સુંદર સમજણ આપી હતી. આયુર્વેદિક દવાઓથી અલોપથી દવાઓ કેવી રીતે બંધ કરી શકાય તેનું સચોટ માગૅદશૅન પણ આપ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન લીલાપુર યુવક મંડળે રૂ. ૧.૭૩ લાખનો ફાળો શહીદોને આપવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટને અર્પણ કર્યો હતો.

- text

તા. ૨૫ થી ૨૭ માર્ચ સુધી હરીયાણા થઈ પધારેલા આયૅ સમાજના પ્રચારક અંજનીબેન આયૅ દ્વારા રાષ્ટ્રકથામાં વેદોના આધારે રાષ્ટ્રભક્તિ સમજાવી પ્રજાની રાષ્ટ્રીધમૅમાં જવાબદારી સમજાવી હતી અને શ્રેષ્ઠ વ્યક્તિ થી શ્રેષ્ઠ કુટુંબ , શ્રેષ્ઠ કુટુંબ થી શ્રેષ્ઠ રાષ્ટ્ર બને છે. આ છ દિવસના કાયૅકમમાં અનેક યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા. અનેક લોકો એ પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષો વાવવાના અને યજ્ઞ કરવાના, દિકરીઓએ અને બહેનોએ ભારતિય પરીધાનના વસ્ત્રો પહેરવાના અને પરમ વંદનીય ભારત માતા ને પરમ વૈભવનાં શિખરે બિરાજમાન કરવા રાષ્ટ્રસેવા કરવાના સંકલ્પો લીધા હતા. આ કાયૅકમને સફળ બનાવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટના તમામ રાષ્ટ્રભક્ત સ્વયંસેવકો અને મોરબીના તમામ દેશભકતોએ સેવા આપી હતી.

- text