મોરબીની યુનિક સ્કૂલમાં ૩૦મીએ અવંતિકા એવોર્ડ સેરેમની

મોરબી : મોરબીની યુનિક સ્કૂલ ખાતે આગમી તા. ૩૦ના રોજ અવંતિકા ડો. એપીજે અબ્દુલ કલામ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સમાકાંઠે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ યુનિક સ્કૂલમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આગામી તા. ૩૦ના રોજ બપોરે ૩:૩૦ કલાકે અવંતિકા ડો. એપીજે અબ્દુલ કલામ એવોર્ડ સેરેમની યોજાશે. જેમાં અવંતીકાના જિલ્લા પ્રમુખ ડો. અમિત પટેલ પણ હાજરી આપશે.