મોરબીના સીરામીક ઉધોગમાં કોલગેસ પ્રતિબંધ મામલે ગાંધીનગરની ટીમોનું સઘન ચેકિંગ

- text


ગાંધીનગરથી જી.પી.સી.બીની ચાર ટીમોએ દોડી આવીને સીરામીક એકમોમાં તપાસ હાથ ધરી

મોરબી : એન.જી.ટી.એ મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર પ્રતિબંધ લાદી દીધા બાદ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આ ચૂકદાનો કડક અમલ કરવા કટિબદ્ધ બન્યું છે અને આજે ગાંધીનગરથી જી.પી.સી.બી.ની ચાર ટોમોએ મોરબી દોડી આવીને સીરામીક એકમોમાં પ્રતિબધિત કોલગેસનો વપરાશ થાય છે કે તે જાણવા સઘન ચેકિંગ હાથ ધયુ છે.

મોરબીના સીરામીક એકમોમાં વપરાતા કોલગેસ પર થોડા સમય પહેલા એન.જી.ટીએ પ્રતિબંધ ફરમાવી દીધો હતો.ત્યાર બાદ કોલગેસ વાપરતા સીરામીક એકમોએ એન.જી.ટીના ચુકાદાની અમલવારી કરી કોલગેસ વાપરવાનું બધ કરી દીધું હતું.ત્યારે હવે કોઈ સીરામીક એકમોમાં આ ચુકાદાનો અનાદર કરીને પ્રીતિબધિત કોલગેસનો વપરાશ થાય છે કે કેમ તે જાણવા માટે ગાંધીનગરની ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની ચાર ટીમોએ આજે મોરબીમાં ધામા નાખ્યા છે અને સીરામીક એકમોમાં સઘન ચેકિંગ હાથ ધયુ છે.જેમાં મોરબીના પ્રદુષણ બોર્ડની ટીમ પણ જોડાય છે .આ અંગે મોરબીના પ્રદુષણ નિયત્રણ બોર્ડના અધિકારીકાપડીયાએ જણાવ્યું હતું કે , અગાઉ પણ ગાંધીનગરની ટીમોએ મોરબીના સીરામીક એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને અત્યાર સુધીમાં આશરે 652 સીરામીક યુનિટો ચેક કરાયા હતા.જેમાંથી 600 યુનિટમાં કોલગેસ બંધ કરાયો હતો.કોલગેસમાંથી 287 જેટલા સીરામીક યુનિટો નેચરલ ગેસ વાપરતા થયા છે તેથી નેચરલ ગેસનો વપરાશ આશરે 20 લાખ ક્યુબીક મીટરથી વધીને 35 લાખ ક્યુબીક મીટર જેટલો થયો છે.અને આ અંગેનો સંપૂણ અહેવાલ વડી કચેરીએ મોકલાવ્યો છે.હવે સીરામીક એકમોમાં કોલગેસનો વપરાશ બંધ થયો છે.તેમ છતાં પ્રતિબધિત કોલગેસનો વપરાશ થાય છે કેમ તે જાણવા ગાંધીનગરથી 4 ટીમોમાં કુલ અધિકારીઓ જોડાયને તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે સાચી વિગતો બહાર આવશે.

- text

- text