હળવદમાં દીવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત

- text


હળવદ : હળવડમાં સ્વીમીંગ પુલના કામ દરમ્યાન દીવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવની હળવદ પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર હળવદના નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા બાબુભાઈ મનજીભાઈ રાઠોડ ઉ.વ.62 નામના વૃધ્ધ ગઈકાલે હળવદના વેગડવાવ ગામે આવેલ મજનુંભાઈની વાડીએ સ્વીમીંગ પુલમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક દીવાલ ઘસી પડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text