રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે લલિતભાઈ કગથરાનું નામ કર્યું જાહેર

- text


મોરબી : રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષના પ્રબળ દાવેદાર તરીકે લલિતભાઈ કગથરાનુ નામ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આજ રોજ કોંગ્રેસે સતાવાર રીતે ઉમેદવાર તરીકે લલિતભાઈ કગથરાનુ નામ જાહેર કરી દીધું છે.

- text

આગામી તા. ૨૩ ના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે તાજેતરમાં જ રાજકોટ સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડારીયાને રિપીટ કર્યા હોવાનું જાહેર કર્યું હતું. સામે કોંગ્રેસમાં પણ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારા – પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાનું નામ પણ જોર શોરથી ચર્ચાઈ રહ્યું હતું. અંતે આજે કોંગ્રેસે સતાવાર રીતે લલિતભાઈ કગથરાને ટીકીટ આપવાનું જાહેર કરી દીધું છે.

- text