મોરબીના શનાળા ગામે ગુપચુપ રીતે બાળલગ્ન કરવા મામલે 7 સામે ગુનો નોંધાયો

- text


વરરાજાની ઓછી ઉંમર હોવાથી લગ્ન નહીં કરવાની બાંહેધરી આપ્યા છતાં બાળલગ્ન કરતા સમાજ સુરક્ષા વિભાગે કાર્યવાહી કરી

મોરબી : મોરબીના શનાળા ગામે યુવાનની ઓછી ઉંમર હોવાથી અગાઉ સમાજ સુરક્ષા વિભાગની કાર્યવાહીમાં તેના વાલીઓને લગ્ન નહિ કરવાની બાંહેધરી આપી હતી.તેમ છતાં યુવાનના પરિવાર જનોએ તેના ગુપચુપ રીતે બાળલગ્ન કરી દેતા સમાજ સુરક્ષા વિભાગે આકરી કાર્યવાહી કરી છે. જેમાં બાળલગ્ન કરનાર યુવાન તથા તેના માતાપિતા સહિત 7 સામે બાળલગ્ન પ્રતિબધ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબીના બાળલગ્ન પ્રતિબંધ અધિકારી સમાજ સુરક્ષા વિભાગના અનિલાબેન એફ.પીપલીયાએ મોરબીના શનાળા ગામે રહેતા વાલજીભાઈ રઘાભાઈ પઢારીયા, અજય વાલજીભાઈ પઢારીયા, દયાબેન વાલજીભાઈ પઢારીયા, હણ નાથાભાઈ હમીરભાઈ,અશ્વિનભાઈ ઉર્ફે અરજણભાઈ રાયધનભાઈ પઢારીયા, કિશોરભાઈ ધનજીભાઈ ટમારીયા, ખાભલા પ્રભુભાઈ અજયના મામા સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બાળલગ્ન પ્રતિબધિત ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતતા 3 માર્ચના રોજ મોરબીના શનાળા ગામે રહેતા આરોપી વાલજીભાઈ રઘાભાઇ પઢીયાર અને દયાબેનના પુત્રના લગ્ન મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા જેમલભાઈ રામજીભાઈ ભૂભરિયાની પુત્રી સેજલબેન સાથે ગોઠવ્યા હતા પરંતુ વરરાજ અજયની ઉંમર લગ્નની વય કરતા ઓછી હોય એટલે 18 વર્ષની હોવાની જાણ થતાં જે તે સમયે સમાજ સુરક્ષા વિભાગે ત્યાં દોડી જઈને આ બાળલગ્ન અટકાવ્યા હતા અને યુવાનના પરિવારજનો પાસેથી યુવાનની ઉંમર લગ્નના કાયદા પ્રમાણે પુખ્તવયની ન થાય ત્યાં સુધી લગ્ન નહિ કરાવવાની બાંહેધરી લેવડાવી હતી.પરંતુ પાછળથી તમામ આરોપીઓએ સાથે મળીને ગુપચુપ રીતે બાળલગ્ન કરી નાખ્યા હતા.આથી સમાજ સુરક્ષા વિભાગે આ ફોજદારી કાર્યવાહી કરી છે.એ ડિવિઝન પોલીસે બાળલગ્ન કરનાર આ સાત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text