મોરબી: ઘુટૂ ગામનાં નવોદય વિદ્યાલયમાં આનંદમેળો યોજાયો

- text


વિદ્યાર્થીઓએ ઘણી કૃતિઓ રજૂ કરી હતી

મોરબી: મોરબીના ઘુટૂ ગામનાં નવોદય વિદ્યાલયમાં તારીખ ૨૪ને રવિવારે બાળ આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ ૩ થી ૧૦નાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.

આ બાળ આનંદમેળામાં વેસ્ટમાંથી બેસ્ટ, ઉનનું ગૂથણ, વિજ્ઞાનનાં પ્રયોગો, ભરતનાટ્યમ, કથક, ગરબા જેવા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓએ બનાવેલી ગામડાની સંસ્કૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી કૃતિઓનું પ્રત્યક્ષ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

આ મેળાની આશરે ૫૦૦૦ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી, શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ૩ દિવસની અથાક મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જે બદલ સંસ્થાના પ્રમુખ બિપીનભાઈ કાન્જીયા, ટ્રસ્ટી પરસોત્તમભાઈ કૈલા અને આચાર્ય કિરીટભાઇ સાણજા તથા મહેશભાઈ બોપલિયાએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણનો આભાર માન્યો હતો.

- text

- text