મોરબી : સર્વોપરી સંકુલનો “સ્પંદન 2019” વાર્ષિકોત્સવ ઉજવાયો

મોરબી : “સ્પંદન 2019” તારીખ 23 માર્ચ (શહીદ દિવસ)ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 561 વિદ્યાર્થીઓ એ 22 વિવિધ કૃતિઓની રજુ કરી હતી. આ લાઈવ પરફોર્મન્સમાં દેશભક્તિ, બેટી બચાવો, શિક્ષા અભિયાન, ગુજરાતનો વારસો જેવા વિવિધતાલક્ષી વિષયોની ભવ્યાતિભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 67 વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને 237 વિદ્યાર્થીઓને રમત ગમત માટે મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને મોટી સંખ્યા માં લોકોએ નિહાળ્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવામાં દિલીપભાઈ ગઢીયા, મયુરભાઈ પટેલ સહીત શાળાના સંચાલકો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી