મોરબી: ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર ચાર આરોપી ઝડપાયા

- text


નકલી પોલીસ નો સ્વાંગ રચી 4 શખ્સોએ સેલ્સમેન સાથે ઠગાઈ કરી હતી

મોરબી: મોરબી જિલ્લામાં માળીયા પંથકમાં પોલીસને ખોટી ઓળખ આપી તથા એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા ચાર લોકોની ટોળકીને એલસીબીએ પકડી પાડી હતી.

મોરબી જીલ્લામાં નીતનવા ગતકડા શોધીને ઠગ ટોળકી લોકોને શીશામાં ઉતારી રૂપિયા ખંખેરતા હોય છે જેમાં માળિયા પંથકમાં પોલીસની ખોટી ઓળખ આપીને તેમજ એક લાખના ત્રણ લાખ કરી દેવાની લાલચ આપી છેતરપીંડી કરતા ચાર શખ્સો એલસીબીને હાથે ઝડપાયા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા પંથકમાં એક સેલ્સમેન સાથે દોઢ લાખની છેતરપીંડી કરવામાં આવી હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ગત તા. ૧૯ ના રોજ ફરિયાદી ગીરધરલાલ બિશ્નોઈ નામના રાજસ્થાની સેલ્સમેનને માળિયા નજીકની ઓનેસ્ટ હોટલ પાસે ઠગ ટોળકીએ શીશામાં ઉતાર્યા હતા જેમાં એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી ટોળકીએ સેલ્સમેન પાસેથી દોઢ લાખની રકમ પડાવી હતી

- text

જે બનાવ સંદર્ભે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઇ વ્યાસ સહીતની ટીમ અને પેરોલ ફર્લો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હકીકતને આધારે પોલીસની ખોટી ઓળખ આપી તથા એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી માણસોને ફસાવી પૈસા પડાવતા આરોપી રફીક ઉર્ફે રાજન નજર મહમદ સંઘવાણી રહે મોરબી વિસીપરા, યુસુફ કાદર જેડા રહે માળિયા, સલીમ દાઉદ માણેક રહે મોરબી વિસીપરા અને હાસમ ઉર્ફે મામુ અલીમહમદ મોવર રહે મોરબી વિસીપરા એમ ચાર આરોપીને ઝડપી લીધા છે

આરોપીઓ પાસેથી રોકડા ૧,૫૦,૦૦૦ તેમજ 2 મોબાઈલ કીમત ૧૦,૦૦૦, મહિન્દ્રા બોલેરો ગાડી નં જીજે ૩૬ એફ ૫૨૮૧ કીમત ૫ લાખ સહીત કુલ ૬.૬૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે અને માળિયામાં થયેલ છેતરપીંડીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે

- text