મોરબીના આંગણે પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્સપોનું જાજરમાન આયોજન

- text


બિલ્ડર્સ, આર્કિટેકટ, ઇન્ટીરીયર ડીઝાઇનર અને કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટીઝ માટે અનેરી તક : લોકોને પ્રોપર્ટી વિશેની માહિતી તેમજ ઘર સજાવટની અનેકવિધ ચીજવસ્તુઓ મળી રહેશે

મોરબી : મોરબીના આંગણે આગામી તા. ૨૬ એપ્રિલથી પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. બિલ્ડર્સ, આર્કિટેકટ, ઇન્ટીરીયર ડીઝાઇનર અને કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટીઝ માટે આ ભવ્ય એક્ઝીબીશન અનેરી તક છે. એક્સપોમાં લોકોને પ્રોપર્ટી વિશેની માહિતી તેમજ ઘર સજાવટની અનેકવિધ ચીજવસ્તુઓ મળી રહેશે.

આ પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્સપો તા. ૨૬ થી ૨૯ અપ્રિલ સુધી રામોજી ફાર્મ, રવાપર સર્કલ પાસે યોજાનાર છે. સૌરાષ્ટ્રના અતિ વિકસિત એવા મોરબીમાં બિલ્ડર્સ, આર્કિટેકટ અને ઇન્ટીરીયર ડીઝાઇનર્સ તથા આ વ્યવસાયને લગતા તમામ વ્યક્તિઓ માટે યોજાઈ રહેલા આ એક્ઝીબીશનમાં નાના મોટા નામાંકિત બિલ્ડર્સના પ્રોજેક્ટ, કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટીઝ, હાર્ડવેર, બાથરૂમ એસેસરીઝ, મોડ્યુલર કિચન, હોમ એપ્લાયન્સીઝ, સિરામિક, ઓફીસ ફર્નીચર, ઈમ્પોર્ટેડ ફર્નીચર, ઇન્ટીરીયર ગ્રાફિક્સ, ગાર્ડન ફર્નીચર, લાઈટીંગ, પેઈન્ટીંગ, હેન્ડીક્રાફટ, ફર્નીસિંગ વગેરે જેવી ઇન્ટીરીયર અને આર્કિટેક્ચરલ પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

- text

‘પ્રોપટી-શો અને હોમ ડેકોર’ આયોજનથી શહેરમાં જ લોકોને પોતાની પસંદગીના ફ્લેટ, મકાન, ઓફીસ કે વિક એન્ડ હાઉસની તમામ પ્રકારની માહિતી મળી રહેશે અને ઘર સજાવટ માટે પણ અનેકવિધ ચીઝ-વસ્તુઓ મળી રહેશે.
મોરબીના લોકોને નવી નવી ટેકનોલોજી અને આર્કિટેક્ચરલ પ્રોડક્ટ્સ તથા ડિઝાઈનથી માહિતગાર થાય આવા ઉમદા હેતુથી યોજાનાર આ આયોજનને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, ભુજ, ગાંધીધામ-કચ્છના વેપારીઓ, આર્કિટેક્ટ, ઇન્ટીરીયર ડીઝાઈનર્સ અને બિલ્ડર્સનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે.

મોરબી તેમજ અન્ય શહેરોમાં ચાલતા વ્યવસાયને વિકસાવવા માટે આ એક્ઝિબિશન અનેરી તક છે. વધુ વિગત માટે મો.નં. ૯૯૭૮૯૩૩૯૬૬ અથવા ૯૭૩૭૧૭૨૭૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text