હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા

- text


પોલીસે રૂ. ૨૨,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો : અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલ્યા

હળવદ : હળવદમા આઈપીએલની મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂ. ૨૨,૨૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આ સાથે અન્ય ત્રણ શખ્સોના પણ નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- text

હળવદમાં સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલની પાછળ જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ધવલ અજમલભાઈ બાર, ડિક અરવિંદભાઈ માકડિયા અને હરેશ શંકરભાઈ પારેજીયાને પોલીસે રૂ. ૧૭૧૦ની રોકડ સહિત કુલ રૂ. ૨૨,૨૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અન્ય ત્રણના નામ ખુલતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text