હળવદ ધ્રાંગધ્રા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કાંતિલાલ બાવરવાનું નામ ચર્ચામાં

- text


હળવદ : હાલ હળવદ – ધાંગધ્રા સીટની પેટા ચુંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર પરસોત્તમભાઈ સાબરીયાને ભાજપ દ્વારા ટીકીટની ફાળવણી કરતા તેની સામે કોંગ્રેસ દ્વારા કાંતિલાલ ડી. બાવરવાના નામ પર વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text

કાંતિલાલ બાવરવા વર્ષોથી કોંગ્રેસના વફાદાર કાર્યકર્તા છે. તાજેતરમાં મધ્યપ્રદેશની વિધાનસભાની ચુંટણીમાં સમગ્ર મધ્યપ્રદેશમાં પ્રભારી તરીકે કામગીરી કરી ચુક્યા છે અને રાહુલ ગાંધીજીની ટીમના મેમ્બર પણ છે તેમનો પ્રદેશ મોવડી મંડળ દ્વારા પ્રદેશની ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે પાર્ટીનું કાર્ય કરી રહ્યા છે. તેમની સારી કામગીરીના કારણે હાલમાં તેમને મધ્યપ્રદેશમાં લોકસભા તેમજ ગુજરાતમાં ધાંગધ્રા અને વઢવાણ એ બંને વિધાનસભાના પ્રભારીની જવાબદારી પણ આપવામાં આવી છે. તેમની વફાદારી, કાર્યકુશળતા તેમજ જીતની શક્યતાઓને લઇને પાર્ટી દ્વારા તેમને ટીકીટ આપવા અંગે વિચારણાઓ ચાલી રહી હોવાનુ જાણવા મળ્યું છે.

- text