ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલી

- text


ટંકારામાં પાક વીમામાં અન્યાય મામલે ઢોલ નગારા સાથે ખેડૂતોની મહારેલી

ટંકારા તાલુકા સરપંચ એસો.એ મામલતદારને આવેદન આપી પાક વિમમાં યોગ્ય ન્યાય આપવાની માંગ કરી

ટંકારા : ટંકારા તાલુકાને પાક વિમામાં સરકારે મોટો અન્યાય કર્યો હોવાની લાગણી સાથે ખેડૂતોએ જંગી રેલી કાઢી હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાક વિમામાં થયેલા અન્યાય સામે ઉગ્ર આક્રોશ પ્રદર્શિત કર્યો હતો અને ટંકારા તાલુકા સરપંચ એસો.એ મામલતદારને આવેદન પાઠવી પાક વિમમાં યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

અછતગ્રસ્ત ટંકારા તાલુકાને ગતવર્ષના મગફળી અને પાક વિમામાં સરકારએ અન્યાય કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.આથી પાક વીમા યોગ્ય ન્યાય મળે તે માટે સરકાર સામે લડત ચલાવવા ટંકારા સરપચ એસો.મેદાને પડ્યું છે અને આજે ટંકારા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને સાથે રાખી પાક વીમા પ્રશ્ને ખેડૂતોએ ઢોલ નગારા સાથે મહારેલી કાઢી હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ટંકારા તાલુકા સરપંચ એસો તથા સહકારી સંસ્થાઓના નેજા હેઠળ નીકળેલી ખેડૂત મહારેલી ખેડુતોએ પાક વિમામાં સરકારે કરેલા અન્યાયને વખોડી કાઢી સખત વિરોધ નોંધાવ્યો હતો બાદમાં સરપંચ એસો.ના નેજા હેઠળ ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગતવર્ષે ટંકારા તાલુકામાં નહિવત જેવો વરસાદ પડતાં ખેડૂતોનો પાક નિષફળ ગયા બાદ સરકારે આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો હતો.જોકે ખેડૂતોનો મોટાભાગનો પાક નિષફળ જતા ટંકારા તાલુકો 100 ટકા પાક વીમો મળવા માટે હક્કદાર બન્યો હતો પરંતુ સરકારે ટંકારા તાલુકાને મગફળીનો 30 ટકા અને કપાસનો 8 ટકા જેવો ઓછો પાક વીમો જાહેર કરીને ખેડૂતોને દાઝ્યા પર ડામ દીધો છે.જોકે ક્રોપ કટીંગના આકડા જોઈએ તો ટંકારા તાલુકાને 75 ટકા જેવો પાક વીમો મળવો જોઈએ. પરંતુ આછો પાક વીમો જાહેર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text