મોરબીના જાંબુડિયા ગામે ગાળો બોલવાની ના પાડતા યુવક પર પાંચ શખ્સોનો હુમલો

- text


મોરબી : મોરબીના જાંબુડિયા ગામે ગાળો બોલવાની ના પાડતા યુવક પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જાંબુડિયા ગામે રહેતા સંજયભાઈ મનજીભાઈ કાલેસરા ઉ.વ. ૩૬એ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની દીકરી ઘરે વાસણ માંજતી હોય તે દરમિયાન ત્યાંથી નીકળતા શખ્સોએ ગાળો બોલી હતી. જેથી તેઓએ ગાળો બોલવાની ના પાડતા જયેશ કાનજીભાઈ ધોળકીયા, મેહુલ બચુભાઈ પાટડીયા, દયાલ બચુભાઈ પાટડીયા, નીતિન ઉર્ફે નિતેશ અને અજાણ્યા શખ્સે લાકડા અને ધોકા તથા પાઇપ વતી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

સંજયભાઇની ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text