મોરબીમા કારખાનાની છત પરથી નીચે પટકાતા કર્મચારીનું મોત

- text


મોરબી : મોરબીના કારખાનામા છત પરથી નીચે પટકાતા કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીનાં વિરાટનગરમાં આવેલ સ્પ્રેડાયર એલ.એલ.પી.પ્રા.લીમાં કામ કરતા રાકેશભાઈ વિજયભાઈ પાંડે ફેક્ટરીની છત પરથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા. જૉકે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નિપજયું છે.

- text