વાંકાનેર તાલુકા પોલીસે દેશી અને વિદેશી દારૂ પર ધોસ બોલાવી

- text


400 લીટર દેશી દારૂ ભરીને જતી કાર સહિત દોઢ લાખના મુદામાલ સાથે બેની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ એક સપ્તાહમાં સાતમી વખત દેશી દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો અને ૪૦૦ લીટર દસરુ ભરી જતા અલ્ટો કાર સહિત દોઢ લાખના મુદામામલ સાથે બેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂના બુટલેગરો પર તવાઈ શરૂ કરી છે જેમાં મોરબી એસપી કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીની સૂચનાથી વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલ અને નિરાલી એ.શુક્લા દ્વારા દારૂનો જથ્થો ભરી એક કાર મોરબી તરફ જતી હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકાનાલાકડધાર ગામ નજીકથી પસાર થતી સિલ્વર કલરની અલ્ટો કાર ન. જીજે ૦૬ બીએલ ૨૪૪૦ ને રોકી તલાશી લેતા દેશી દારૂનો ૪૦૦ લીટર જથ્થો કિંમત રૂપિયા ૮૦૦૦/- અને અલ્ટો કાર કિંમત રૂ.૧,૫૦૦૦૦/- એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૮,૫૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે ભીમા જોગભાઈ ગણાદિયા જાતે કોળી ઉ.વ.૪૫ અને મેરાભાઈ કેશા ધોરીયા જાતે કોળી રહે બન્ને સતાપર તા.વકાનેરવાળા નામના બે ઇસમોની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ દેશી દારૂનો જથ્થો મોરબી તરફ લઈ જવાતો હોવાનુ પ્રાથમીક તપાસમાં ખુલતા વાંકાનેર તાલુકા પોલીસે મોરબી આ જથ્થો કોને આપવાનો હતો ? વગેરે માહિતી મેળવવા પગેરૂ દબાવ્યું છે જો કે મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહ માં સતત સાતમી વખત દારૂ ના દરોડા ની કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text