મોહન કુંડારિયા રિપીટ થતા તેના વતન નીચી માંડલ ગામે લોકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો

 

મોરબી : લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકમાં ભાજપે રિપીટ થિયરી અપનાવીને સાંસદ મોહનભાઇ કુંડારિયાને ફરી ટીકીટ ફાળવી છે. જેના પગલે તેમના વતન નીચી માંડલ ગામે ઉજવણીનો માહોલ સર્જાયો હતો.ગામલોકોએ ફટાકડાની આતીશબાજી કરીને મોહન કુંડરિયાને ટીકીટ ફાળવવા બદલ ખુશાલી વ્યક્ત કરી હતી..

લોકસભાની ચૂંટણીના ગુજરાતની બેઠકના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠક પર સાંસદ મોહનભાઇ કુંડારિયાને રિપીટ કરવામાં આવ્યા હતા. રાજકોટ બેઠક માટે મોહનભાઇ કુંડારિયાને લોકસભાની ચૂંટણી લડવા માટે ફરી ટીકીટ આપતા તેમના વતન નીચી માંડલ ગામે જશ્નનો માહોલ સર્જાયો હતો. ગામલોકોએ મોહનભાઇ કુંડારિયાને ફરી ટીકીટ ફાળવવા બદલ ફટાકડા ફોડી ખુશાલી વ્યક્ત કરી હતી.