ટંકારા : પ્રેમલગ્ન બાદ પિયરપક્ષે ગોંધી રાખેલી પત્નીનો કબજો કોર્ટે પતિને સોંપ્યો

- text


ટંકારા : ટંકારાના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર પરિણીતાને તેના પિયર પક્ષે ગોંધી રાખી હોવાથી આ મામલે કોર્ટમાં અરજી થતા ટંકારા કોર્ટે પરિણીતાને પિયર પક્ષના કબજામાંથી મુક્ત કરાવીને તેના પતિને સોંપવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના રજનીકાંતભાઈ દયાળજીભાઈ લો નામના યુવાને આમરણ ગામની યુવતી સાથે પાટણવાવમાં પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્નથી નારાજ યુવતીના પિયર પક્ષે તેને આમરણમાં ગોંધી રાખી હતી. જેથી તેના પતિએ આ મામલે ટંકારા કોર્ટમા અરજી દાખલ કરતા કોર્ટે સર્ચ વોરંટ ઇસ્યુ કરાવીને પિયરપક્ષને કોર્ટમાં હાજર થવાની નોટિસ ફટકારી હતી.

- text

આ કોર્ટમાં પતિ તેમજ તેની પત્ની અને કાકાની દલીલો સાંભળી હતી. જેમાં પત્નીએ પોતાના પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા ટંકારા કોર્ટે પત્નીને પિયરપક્ષના કબજામાંથી મુક્ત કરાવીને પત્નીની સંપૂર્ણ જવાબદારી તેના પતિને સોંપવાનો હુકમ કર્યો છે.

- text