લોકસભા ચૂંટણીમાં રાજકોટ અને કચ્છ બેઠક પર ભાજપની રીપીટ થીયરી

રાજકોટના ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડારીયા અને કચ્છ માટે વિનોદભાઈ ચાવડાનું નામ જાહેર

મોરબી : લોકસભાની ચૂંટણીમાં રાજકોટ અને કચ્છ બેઠકમાં ભાજપે રીપીટ થીયરી અપનાવી હોવાનું સામે આવ્યું છે. બન્ને સંસદીય બેઠકના ઉમેદવારોને ફરી વખત ટીકીટ આપવાનો હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણીના ગુજરાતની બેઠકના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ અને કચ્છ લોકસભા બેઠક પર બન્ને સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ બેઠક માટે મોહનભાઇ કુંડારિયા અને કચ્છ બેઠક માટે વિનોદભાઈ ચાવડાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે.