દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા નવયુગના વિદ્યાર્થીઓ

મોરબી : મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓએ આજે શહીદ દિન નિમિત્તે દિલ્હી ખાતે આવેલ નેશનલ વોર મેમોરિયલમા શહીદોને ભાવભેર શ્રધાંજલિ અર્પણ કરી હતી.

દિલ્હીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ શહીદ દિન નિમિત્તે દેશના પવિત્ર ધામ નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લઈ આદરણીય ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ તેમજ આઝાદીથી અત્યાર સુધીમાં વિભિન્ન યુદ્ધો અને અભિયાનોમાં શહીદ થનારા 22,600 સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.