હળવદ ધાંગધ્રા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે પરસોતમ સાબરીયાને મેદાને ઉતાર્યા

- text


 

કોંગ્રેસ પક્ષમાંથી કોને ટીકીટ મળશે તે હજુ પણ સસ્પેન્સ

હળવદ : હળવદ – ધાંગધ્રા વિધાનસભા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા રાજીનામું ધરી દઈ કોંગ્રેસના પંજાને છોડી કેસરિયો ધારણ કર્યો હતો જ્યારે આજે હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં ભાજપે પરસોતમ સાબરીયાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૭માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ જીત હાંસલ કરી હતી. પરંતુ હળવદ સહિત મોરબી જિલ્લામાં થયેલ નાની સિંચાઇ કૌભાંડમાં સાબરીયાનું નામ ઉછળતાં પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જેલ વાસ ભોગવ્યો હતો ત્યારે જામીન પર છૂટયા બાદ પરસોતમભાઈ સાબરીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દઈ કોંગ્રેસના હાથનો સાથ છોડી કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

- text

ત્યારથી લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું હતું કે હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પરસોતમ સાબરીયાને મેદાનમાં ઉતારવામાં આવશે. જે આશા સાચી સાબિત થઈ છે.અને આખરે ભાજપ દ્વારા હળવદ ધાંગધ્રા પેટાચૂંટણી પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલ પરસોતમભાઈ સાબરીયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આવનારી વિધાનસભાની પેટા ચુંટણી માટે કોંગ્રેસ કયા આગેવાનને ટીકીટ આપે છે. તેના પર સૌની નજર છે.

- text