યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે આનંદપૂર્વક ધુળેટી ઉજવી

- text


મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. આ વર્ષે એ પરંપરાના ભાગરૂપે ધુળેટીના પાવન અવસર પર વિકાસ વિદ્યાલયની બાળાઓને “રંગ ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત ડી.જેના તાલે ધુળેટી રમાડવામાં આવી હતી. અધર્મ પર ધર્મના વિજયરૂપે ઉજવાતા હોળી ધુળેટીના રંગોત્સવમાં જ્ઞાતિ જાતિના તમામ ભેદભાવ દૂર રાખીને પ્રેમમય સમરસતા અને સમાનતાના સથવારે મૈત્રીભાવ પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે ઉજવવામાં આવ્યો હતો. આ તકે બી ડિવિઝન પીઆઇ કોંઢીયા, ભરતભાઇ નિમાવત, યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારી, મહિલા વિંગ ના કાજલબેન ચંડીભમર , વિરલબેન રામાનુજ, અલકાબેન દવે,જીતુભાઇ રબારી, દિલીપ દલસાણીયા, સહિતના હજાર રહી બાળાઓ સાથે ધુળેટી રમ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text