વાંકાનેર : સીરામીક કંપનીમાં ઉપરથી પડી જતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ ઢુંવા રોડ પર આવેલા સીરામીક કારખાનામાં કામ કરતી વખતે મજુર ઉપરથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના માટેલ ઢુંવા રોડ પર આવેલ રિસોટા વિટ્રીફાઇડ સીરામીક કંપનીમાં રહીને મજુરી કામ કરતા લાલ બાબુ ઠાકુર ઉ.વ.36 નામનો શ્રમિક ગતતા 21ના રોજ આ સીરામીક કંપનીમાં મજુરી કામ કરતો હતો તે વખતે અકસ્માતે કારખાનામાં ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text