અછતગ્રસ્ત માળીયા તાલુકાને પાક વિમામાં અન્યાય બાબતે ખેડુતો લાલઘૂમ

- text


સરવડ ગામે યોજાયેલી બેઠકમાં 44 ગામના ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર આકોશ વ્યક્ત કર્યો : આગામી 26મી ખેડૂત હિત રક્ષક સમિતિની બેઠકમાં સરકાર સામે લડત ચલાવવાની રણનીતિ ઘડાશે

મોરબી : મોરબી જિલ્લાના સૌથી વધુ અછતગ્રસ્ત માળીયા તાલુકાને સરકારે જાહેર કરેલા પાક વિમમાં મોટો અન્યાય ખેડૂતો આગબાબુલા થઈ ગયા છે.આજે માળીયાના સરવડ ગામે મળેલી બેઠકમાં 44 ગામના ખેડૂતોએ એકીસુરે સરકારની આ અન્યાયકારી નીતિને વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગામી 26માં ખેડૂત હીટ રક્ષક સમિતિની બેઠકમાં સરકાર સામે કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ ધડાશે તેવો આજની બેઠકમાં લલકાર કરાયો હતો.

મોરબી જિલ્લામાં માળીયા પંથકમાં ગતવર્ષે નહિવત વરસાદ પડ્યો હતો.માળીયા તાલુકામાં ઓછા વરસાદને કારણે ખેડૂતો આર્થીક રીતે પાયમાલ થઈ જતા અંતે સરકારે આ માળીયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતો.પરંતુ તાજેતરમાં સરકારે પાક વિમાના જાહેર કરેલા અકડામાં માળીયા તાલુકાને 35 ટકા જેવો પાક વીમો મળ્યો છે.તેથી માળીયા તાલુકાને મોટાપાયે પાક વિમામાં અન્યાય થવાથી આ તાલુકાના ખેડૂતોમાં સરકાર સામે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.ત્યારે આ પાક વિમમાં થયેલા અન્યાય સામે ખેડૂતોએ લડી લેવાના મૂડ દર્શાવ્યો હતો.

માળિયાના સરવડ ગામે આવેલા હનુમાનજી મંદિરે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાનીમાં માળીયા તાલુકાના 44 ગામના આગેવાનો, જુદી જુદી મંડળીઓના હોદેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની મીટીંગ મળી હતી.જેમાં સરકારે પાકવિમમાં કુર મશ્કરી કરી હોવાનું જણાવીને ઉગ્ર આકોશ વ્યક્ત કરી પાક વિમમાં ન્યાય મેળવવા માટેની તૈયારી દર્શાવી હતી.

- text

માળીયા સરપંચ એસો.ના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગતવર્ષે ઓછો વરસાદ પડ્યા બાદ ખેડૂતોનો પાક નિષફળ જતા અગાઉ જિલ્લા કલેકટર અને ડીડીઓ સહિતનાની હાજરીમાં ક્રોપ કટીંગ કરાવ્યું હતું.બાદમાં સરકારે માળીયા તાલુકાને એ આકડાને આધારે અછતગ્રસ્ત જાહેર કર્યો હતો.જોકે માળિયાની ગંભીર સ્થિતિ જોતો 100 ટકાનો પાક વીમો મળવો જોઈએ એના બદલે સરકારે માત્ર 35 ટકા પાક વીમો જાહેર કરીને ખેડૂતોની કુર મશ્કરી કરી છે.જ્યારે ખેડૂત અગ્રણી જીવરાજભાઈ કાવરે જણાવ્યું હતું કે સરકારે પાક વિમમાં કરેલા અન્યાય સામે લડત ચાવવામાં આવશે અને કેવી રીતે સરકાર સામે લડત ચલાવવી તેની રણનીતિ ઘડવા આગામી 26 મીએ માળિયાના ખેડૂત હીત રક્ષક સમિતિની બેઠક બોલાવી છે.જેમાં જે નિર્ણય લેવાશે તે પ્રમાણે જ માળિયાના તમામ ખેડૂતો પતાના હક્ક માટે સરકાર સમક્ષ લડત ચલાવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text