મોરબીની રેઈન્બો પ્રિ સ્કૂલના ભૂલકાઓએ ફૂલ અને ગુલાલથી ધુળેટી ઉજવી

- text


મોરબી : મોરબીની રેઈન્બો પ્રિ સ્કૂલ દ્વારા બાળકો માટે ડ્રિમલેન્ડ ફનવર્લ્ડ ખાતે પિકનીક તેમજ ફૂલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેઈન્બો પ્રિ સ્કૂલના બાળકો તેમજ તમામ શિક્ષકોએ કોઈપણ જાતના હાનિકારક રંગો કે પાણીનો ઉપયોગ કર્યા વગર માત્ર રંગબેરંગી ફૂલ અને ગુલાલ દ્વારા ધૂળેટીની ઉજવણી કરી હતી.

આ ફુલોત્સવમાં બાળકો મન ભરીને રમ્યા હતા અને ખુબ આનંદ કર્યો હતો. આ તકે સ્કૂલના સંચાલક નીરવભાઈ માનસેતાએ જણાવ્યું હતું ડ્રિમલેન્ડ ફનવર્લ્ડ પર બાળકો માટે આ ખાસ પિકનીક તેમજ ફૂલોત્સવનું આયોજન એટલા માટે જ કરવામાં આવ્યું હતું કે સમાજને એક મેસેજ આપી શકાય કે પાણી કે હાનિકારક રંગોના ઉપયોગ વિના પણ ઉલ્લાસભેર હોળીની ઉજવણી થઈ શકે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text