મોરબી જિલ્લામાં ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


વાંકડા ગામે કપડાં ફાટી જાય ત્યાં સુધી એકમેક પર ભીના કોથળા મારી ધુળેટી ઉજવાઇ : યંગ ઇન્ડિયા ગ્રૂપે વિકાસ વિદ્યાલયમાં રંગોત્સવ ઉજવ્યો

મોરબી : મોરબીમાં હોળી ધુળેટી પર્વની ઉમગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકડા ગામે યુવાનો અને વડીલોએ કપડાં ફાટી જાય ત્યાં સુધી એકમેક પર ભીના કોથળા મારી અનોખી રીતે ધુળેટી પર્વને મનાવ્યું હતું.જ્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ અને ખાખરાળા ગામે ધૂળેટીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્સવપ્રિય મોરબી શહેરે મોંઘવારી અને મંદીનો માર તથા તમામ દુઃખ દર્દોને વિસારે પાડીને હોળી ધુળેટીની શાનદાર ઉજવણી કરી હતી.હોળીની રાત્રે શહેરના તમામ વિસ્તારો તથા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું.બીજા દિવસે ધૂળેટીની નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરી હતી.અબાલ વૃદ્ધ સહિત સોકોઈ એકબીજા પર રંગો ઉડાડીને આત્મીયતાના રંગે રંગાયા હતા.જ્યારે ધુળેટીની ઉજવણીમાં છાકટા બનતા તત્વોને પોલીસે સીધાંદોર કરી દીધા હતા.અને આવરા તત્વોની શાન ઠેકાણે લાવી હતી.

જ્યારે મોરબીના વાંકડા ધુળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વર્ષોની વનલેખી અનોખી પરંપરા મુજબ ગામના યુવાનો અને વડીલો ગામમાં આવેલા લીમડાના ઝાડ નીચે ભેગા થયા હતા અને ફક્ત પાણીથી ભીના શણના કોથળા કોથળા યુવાનો એકબીજા પર કપડાં ફાટી જાય ત્યાં સુધી મારીને અનોખી રીતે ધુળેટી ઉજવી હતી.જ્યારે ખાખરાળા ગામે યુવાનોએ ધુળેટી નિમતે એકબીજા પર રંગો ઉડાડવાની જગ્યાએ પર્યાવરણના જતન માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.જેમાં યુવાનોએ ગામમાં વાવેલા વૃક્ષની માવજત માટે પાણી પાઇ બગીચાની સાફ સફાઈ કરીને અન્યોને પર્યાવરણનું જતન કરવાનો મેસેજ આપ્યો હતો

આ ઉપરાંત જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. આ વર્ષે એ પરંપરાના ભાગરૂપે ધુળેટીના પાવન અવસર પર વિકાસ વિદ્યાલયની બાળાઓને “રંગ ઉત્સવ” કાર્યક્રમ અંતર્ગત ડી.જેના તાલે ધુળેટી રમાડવામાં આવી હતી. અધર્મ પર ધર્મના વિજયરૂપે ઉજવાતા હોળી ધુળેટીના રંગોત્સવમાં જ્ઞાતિ જાતિના તમામ ભેદભાવ દૂર રાખીને પ્રેમમય સમરસતા અને સમાનતાના સથવારે પ્રગટ કરાવનાર આ ઉત્સવને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ વિકાસ વિદ્યાલયની બાળાઓ માટે ઉજવવામાં આવ્યો હતો.

- text

ટંકારા તાલુકાના હડમતિયામાં પણ સંસ્કૃતી જળવાય રહે તેમજ વેરભાવને ભુલી જઈને અેકબીજાના રંગોઉત્વમાં રંગાઈ જઈ સૌ કોઈ અબાલથી માંડીને યુવા હૈયાઅો ડીજેના સથવારે ધુળેટીની ઉજવણીમાં નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગોની બોછાર ઉડી હતી. સૌ કોઈ દુઃખ દર્દને ભૂલીને મિત્રો તથા સગાસ્નેહીઓ સાથે રંગપર્વ માનવી કડવાશભર્યા સંબંધોનું પૂર્ણવિરામ મુકીને એકબીજાના જીવનમાં ઉમંગનો રંગભર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text