વાંકાનેર નજીક ઓટો રિક્ષામાં રૂ. ૧૩ હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર નજીક ઓટો રિક્ષામાં રૂ. ૧૩ હજારની કિંમતના ૧૩૦ બોટલ વિદેશી દારૂ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ચેક પોસ્ટ પર વાહનોનું ચેકીંગ કરતી વેળાએ તાલુકા પોલીસે ઓટો રિક્ષામાંથી વિદેશી દારૂની ૧૩૦ બોટલ કિંમત રૂ. ૧૩ હજાર સાથે જયદીપ બેચરભાઈ ચાવ ઉ.વ. ૩૦ને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text