ટંકારા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : મોરબીના પરિવારને ઇજા

- text


મોરબી : રાજકોટ- મોરબી રોડ પર છતર પાસે કારે બાઈકને હડફેટે લેતા મોરબીનું દંપતિ તેમજ તેમની બાળકીને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત થયેલા આ પરિવારને તુરંત જ ૧૦૮ મારફતે રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ટંકારાના છતર ગામે રાજકોટ મોરબી રોડ પર આજે સાંજે પાચેક વાગ્યાના અરસામાં રાજકોટથી મોરબી તરફ જતી કાર નં જી. જે. 36.એલ.7936ના ચાલકે ત્રણ સવારી બાઇક નંબર જી. જે. 36.કે. 3960 ઉપર જતા મોરબીના રણછોડનગરમા રહેતા જીજ્ઞેશ સુરેશભાઈ ચૌહાણ તેના પત્ની અલ્પાબેન અને બે વર્ષની છોકરી શિવાનીને ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણેને નાની મોટી ઈજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પાઈલોટ રાજદીપસિંહ જાડેજા અને ડો. રૂબીયાએ પાર્થમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડયા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text