અમદાવાદમાં પત્રકારની હત્યા મામલે હળવદના પત્રકારોમાં રોષ

- text


હળવદ મામલતદારને પત્રકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યું : જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હળવદ પત્રકાર સંઘ તમામ સરકારી કાર્યક્રમોનું કવરેજ કરવાનો બહિષ્કાર કરાશે

હળવદ : અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના હત્યા કેસમાં પોલીસે આરોપીંઓને ઝડપી લઈ યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે સાથે જ આજે હળવદ પત્રકાર સંઘ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગત શનિવારના રોજ અમદાવાદમાં ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા અને નિકોલ ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ચિરાગની લાસ કંઠવાડા પાસે અવાવરૂ જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલ હતી અને આ રહસ્યમય હત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે હત્યાના પાંચ પાંચ દિવસ વિતવા છતા પણ હજુ કાઇ નકકર કાર્યવાહી કરવામાં ન આવતા હળવદ પત્રકાર સંઘે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

- text

બીજી તરફ પત્રકાર જગતમાં દુઃખની લાગણી છે ત્યારે હળવદ પત્રકાર સંઘે ચિરાગ પટેલની હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે. પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં આરોપીઓને ઝડપી લઈ સખતમાં સખત સજા કરવામાં આવે અને આવા બનાવો ભવિષ્યમાં પણ પત્રકારો સાથે અમાન્ય વર્તન ન થાય તે માટે પત્રકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી હળવદ પત્રકારો દ્વારા માંગ કરવામાં આવી હતી. તો સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે ટૂંક સમયમાં પત્રકાર ચિરાગ પટેલ હત્યાન કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં નહિ આવે તો તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરાશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text