માળિયામાં આઈ. સી.સી.એસ ઘટક દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ

- text


મોરબી : માળીયા (મી) આઈ સી ડી એસ ઘટક દ્વારા પોષણ પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સી ડી પી ઓ શ્રી તથા મુખ્ય સેવિકા તથા બ્લોક કોડીનેટર તથા નગરપાલિકા વિસ્તાર ના આંગણવાડી વર્કર બેનો દ્વારા ઉજવણી કરવામાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં 11 થી 18 વર્ષ ની કિશોરી ઓને તથા સગર્ભા બહેનો તથા ધાત્રી અને અન્ય લાભાર્થીએ ભાગ લીધો હતો અને આ યોજના અંતર્ગત આરોગ્ય અને પોષણ અને આંગણવાડી કેન્દ્ર માંથી મળતા લાભોની માહિતી આપવામાં આવી હતી.સાથોસાથ બહેનો દ્વારા બાળકો અને લાભાર્થી સાથે વર્કરબેનો એ ધૂળેટીની પણ ઉજવણી કરવામાં આવી હતી.પોષણ પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે દરરોજની જુદી જુદી પ્રવૃત્તિ જેવી કે સાયકલ રેલી, કિશોરી રેલી,વાલી મિટિંગ,યુવા મિટિંગ, હાર્ટ ગુજરી બજારની ઉજવણી કરવામાં આવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text