મોરબી : આરોગ્ય શાખા દ્વારા યોગ તાલીમ કેમ્પ યોજાયો

- text


મોરબી : જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કર્મચારીઓ માટે ત્રિમંદીર ખાતે તારીખ 14 માર્ચ થી તારીખ 18 માર્ચ સુધી યોગ તાલીમ કેમ્પ યોજાયો હતો.

આ તાલીમ કેમ્પમાં આરોગ્ય શાખાના કુલ 36 કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે, જે તમામ સેન્ટરના કર્મચારીઓ માટે ત્રિમંદીર ખાતે યોગ તાલીમ શિબિરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં મોરબીના જિલ્લા પંચાયતના ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. એચ.આર. રંગપરીયાએ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, તાલીમમાં સ્ટેટના માસ્ટર ટ્રેનર પિયુષ રાવલ, ડી.એન. વ્યાસ તથા સાજન વાઘેલા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ 69 ભાઈઓ તથા બહેનોએ તાલીમ લીધી હતી.\

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text