ટંકારા નજીક ટ્રક ડિવાઈડર ટપીને સામે આવતી કારને ઉડાડતા અકસ્માત

- text


મોરબી : મોરબી રાજકોટ હાઈ વે અકસ્માત ઝોન બન્યો છે. રોડ કોન્ટ્રકટર અને તંત્રની સેફ્ટી બાબતે બેદરકારીના હિસાબે વધુ એક અકસ્માત બન્યો છે. જેમાં રાજકોટ થી કચ્છ તરફ લાકડાં ભરીને જતા ટ્રક ન.જીજે 11 ઝેડ 7018ના ચાલક દ્વારા ડિવાઈડર ટપી અને સામેની સાઈડમાં આવી ગયો હતો અને ૪૦૦ ફૂટ રોંગ સાઈડમાં ટ્રક ચાલ્યા બાદ મોરબી થી રાજકોટ તરફ જતી અલ્ટો કાર સાથે ધડાકાભેર અથડાયો હતો જેમાં ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો જ્યારે અલ્ટો કારમાં સવાર લોકો ને સારવાર અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ડિવાઇડર થી સામેની સાઈડ લાકડાં ભરેલો ટ્રક આવી જતા રોડ પર લાકડાં વેરાઈ ગયા હતા. આ બનાવની નોંધ ટંકારા પોલીસે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text