મોરબી : આદિનાથ યાત્રા મંડળ દ્વારા પાલીતાણાની ૬ ગાઉ યાત્રાનો ૬૦ યાત્રાળુઓએ લાભ મેળવ્યો

- text


મોરબી : આદીનાથ યાત્રા મંડળ દ્વારા સતત ૨૪માં વરસે પાલીતાણાની ૬ ગાઉના યાત્રા પ્રવાસનો લાભ જૈન ધાર્મીકોએ લીધો હતો.

ફાગણ સુદ ૧૩ના રોજ પાલીતાણા ખાતે જૈન સમાજ માટે ખાસ દિવસ હોય છે. જેમા દેશ વિદેશથી શત્રુંજય પર્વત પર બિરાજતા આદીનાથ ભગવાનના સાનિધ્યમાં આવી ધન્યતા અનુભવે છે.

મોરબી આદીનાથ યાત્રા મંડળ છેલ્લા ૨૪ વારસોથી જૈન યાત્રાળુઓને પંચતિર્થ કરાવે છે જેમા આ વર્ષે ૬૦ જેટલા ભાગ્યશાળીને લાભ મળ્યો હતો. આ સંધની વિશેષતા એ છે કે યાત્રા કરનાર દરેક યાત્રાળુઓ પરીવારના સભ્યોની માફક હળીમળીને સંઘ યાત્રા કરે છે.

યાત્રાને સફળ બનાવવા સંધના જીલેષ દોશી, ગિરીશ મહેતા, નેમિષ શેઠ, વિપુલ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. તો સાનુકૂળ તેમજ સુંદર વ્યવસ્થામાં સેવક તરીકે રાજુ ગાંધી, હેમાંગ શાહ, રૂષિલ પારેખ, જીતેષ દફતરી, સંજય મહેતા ભાવેશ શાહએ સેવાકીય લાભ મેળવ્યો હતો.

આ સંધની ખાસિયત એ છે કે અહી કોઈ શુલ્ક લીધા વગર સંધપતીને લાભ આપવામાં આવે છે.આ વખતના સંધ પતિ ભાવેશ વિનોદભાઈ શાહે લાભ મેળવ્યો હતો જેનુ જીલેષ દોશી અને રાજુ ગાંધીએ બહુમાન કર્યું હતું.
યાત્રા પ્રસ્થાન વખતે આદીનાથ યાત્રા મંડળ દ્વારા ૨ રૂપિયા તેમજ ગાંધી મોહનલાલ ચત્રભુજ ટંકારા વાળા યુગ ગાંધીએ ૧૦ રૂપિયાના સંધ પુજનનો લાભ લિધો હતો. જ્યારે ૬ ગાઉ યાત્રા પુર્ણ કરી ૨૬૫ રૂપિયા અને સંધપતીએ સ્મૃતિ ચિન્હ રૂપે પેન અર્પણ કરી હતી.

- text

પદયાત્રિકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ માટે દર કલાકે ઠંડા પીણાં, સુકા નાસ્તા, ચોકલેટ તેમજ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૦ વર્ષથી નાની વયના પાંચ ભુલકાઓએ પણ પગપાળા યાત્રા કરી હોય સહુએ અનુમોદનના રૂપે ૩૦૦ રૂપિયા અને વાકક્ષેપની વાટકી અર્પણ કરી હતી.

સૌથી મહત્વની બાબત એ છે કે આ ભાગ્યશાળીઓ દ્વારા ટંકારા પાંજરાપોળ ખાતે તિથી યોજના થકી જીવદયા માટે ફાળો કરવામાં આવે છે. સાથે કુતરાને માટે આહાર અને પક્ષીના ચણ માટે દર વર્ષે ઝોળી ફેરવવામાં આવે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text