મોરબીની સરકારી કચેરીઓમાં વોટર કુલર અને ફિલ્ટરો શોભાના ગાંઠિયા સમાન

- text


બહારગામથી કામ સબબ આવતા અરજદારોને વેચાતુ પાણી લઈને પીવું પડે છે : અનેક રજૂઆતો થઈ પણ તંત્રનું પેટનું પાણી ન હલ્યુ

મોરબી : મોરબીમાં સરકારી કચેરીઓમા નાખવામાં આવેલ વોટર કુલર અને ફિલ્ટરો શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. આ કુલર અને ફિલ્ટરો છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી અહીં આવતા અરજદારોને ના છૂટકે પાણી વેચાતું લેવું પડે છે.

મોરબીની સરકારી કચેરીઓમા વોટર કુલર અને ફિલ્ટરો બંધ હાલતમાં હોવાના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરમાં આવેલ લાલબાગ સેવા સદનમાં ચારથી પાંચ જેટલા વોટર કુલર અને ફિલ્ટરની વ્યવસ્થા છે. પરંતુ આ કુલર અને ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યા છે.

આ જ રીતે મોરબી જિલ્લા પંચાયતમા પણ બે કુલર અને ફિલ્ટર ઉપ્લબ્ધ છે. પરંતુ બન્ને બંધ હાલતમાં છે. આમ બન્ને કચેરીઓ લાગેલા વોટર કુલર અને ફિલ્ટર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો બહાર ગામથી આવે છે. ત્યારે આ અરજદારોને ના છૂટકે વેચાતું પાણી લઈને તરસ છીપાવવી પડે છે.

- text

કચેરીના અધિકારીઓ અને પદાધિકારીઓ તો વેચાતું પાણી લઈને પીવા માટે સક્ષમ છે. પરંતુ બહારગામથી કામ સબબ આવતા ગરીબ અરજદારોને કા તો કચેરીની બહાર પાણીની શોધમાં બહાર નીકળવું પડે છે. કા તો કામ પૂરું ન થાય ત્યાં સુધી તરસ્યા રહેવું પડે છે. જો કે આ પ્રશ્ન અંગે અનેક વખત તંત્રને રજૂઆતો પણ કરવામા આવી છે. પરંતુ તંત્રનું પેટનું પાણી એક પણ વખત હલ્યુ નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text