વાંકાનેરની ક્રિકેટ ટીમ સુરેન્દ્રનગરમાં ચેમ્પિયન

- text


સુરેન્દ્રનગરમાં સમગ્ર સૌરાષ્ટ્ર કોળી સમાજની ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ. તે અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર માંથી અલગ અલગ 16 ટીમ ક્રિકેટ રમવા માટે મેદાને ઉતરેલ જેમાં વાંકાનેરની યંગસ્ટાર ટીમે ફાઇનલમાં સુરેન્દ્રનગર ની ટીમને હરાવીને વિજેતા થયેલ.

ફાઇનલ મેચમાં ટોસ જીતીને વાંકાનેરની યંગસ્ટાર ટીમે 147 રન કર્યા હતા તેના જવાબમાં સુરેન્દ્રનગરની ટીમ 70 રન જ બનાવી શકી હતી. વાંકાનેરની ટીમ વતી સંજય માનસુરીયા ( ભદુ ) એ 3 ઓવર માં 5 વિકેટ લઈ ને સુરેન્દ્રનગરની ટીમનો સપાટો બોલાવી દીધો હતો અને મેન ઓફ ધી મેચ અને બેસ્ટ બોલર નો ખિતાબ મેળવેલ.

- text

સુરેન્દ્રનગરમાં વાંકાનેરની ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતાં સમગ્ર વાંકાનેરના ક્રિકેટ પ્રેમીઓએ યંગસ્ટાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text