લજાઈ અને વિરપરમાં રૂ. ૨.૯૪ કરોડના ખર્ચે બનશે અન્ડરબ્રિજ

- text


મોરબી : રાજકોટ – મોરબી હાઇવે પર લજાઈ અને વિરપર ગામ પાસે રૂ. ૨.૯૪ કરોડના ખર્ચે બે અન્ડર બ્રિજના કામ મંજુર કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ઉઠાવાતી બ્રિજની માંગ સંતોષાઇ જતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે.

મોરબી થી રાજકોટ સુધી ફોર ટ્રેક રોડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ ફોર ટ્રેક રોડ પર અકસ્માત ઓછા થાય તેમજ વાહનોને રસ્તો ઓળંગવો ન પડે તેવા હેતુથી વિરપર અને લજાઈ ગામ પાસે અન્ડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ બન્ને અન્ડરબ્રિજ માટે રૂ.૨.૯૪ કરોડ મંજુર પણ કરી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અન્ડરબ્રિજ માટે સામાજિક કાર્યકર મહેશભાઈ લિખિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી સાંસદને રજુઆત કરવામાં આવી રહી હતી. અંતે આ રજૂઆતને સફળતા સાંપડી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text