મોરબી સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ પર હુમલો

કારખાનામાં આવી મારબોમેક્સના માલિક સુખદેવ પટેલની ઇજા પોહચતા દવાખાને સારવારમાં ખસેડાયા

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને મારબોમેક્સ અને ઓએસીસી સીરામીક કંપનીના માલિક સુખદેવ પટેલ પર જીવલેણ હુમલો થવાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ છે. હાલ ઇજાગ્રસ્ત સુખદેવ પટેલને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે સૂત્રો માંથી મળતી વિગતો મુજબ આજે સવારે 11 વાગ્યાની આસપાસ મારબોમેક્સ સીરામીકમાં અમુક શખ્સો દ્વારા કોઇ બાબતે માથાકૂટ થઈ હતી. આ બનાવમાં મારબોમેક્સના માલિક અને મોરબી સીરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ પટેલને મારામારીમાં ઇજાઓ પોહચી હતી. જેમને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મોરબી સીરામીક એસોસિએશનના આગેવાન પર હુમલાના બનાવથી સીરામીક ઉદ્યોગના આગેવાનો દવાખાને દોડી ગયા અને બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાને પણ ઉદ્યોગકાર આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે હાલ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en