હળવદના ટીકરમાં તસ્કરોના ધામા ઃ છેલ્લા સાત દિવસમાં પાંચ દુકાનોના તુટયા તાળા

- text


હળવદના ટીકર ગામે ચોરીનો બનાવ સામે આવ્યું છે. જેમાં એક અઠવાડીયા પૂર્વે જ પાનના ગલ્લાનો તાળો તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો જયારે ગત મોડી રાત્રે મોબાઈલની દુકાનમાં તસ્કરો ચોરી કરતા હોવાનો ફુટેજ સીસીટીવીમાં કેદ થયો હતો અને આ સાથે જ છેલ્લા સાત દિવસમાં પાંચ દુકાનોના તાળા તુટતા પંથકના ટીકર ગામે ચકચાર મચી જવા પામી છે.
હળવદ તાલુકામાં ચોરીના બનાવોને અંજામ આપવા તસ્કરો નતનવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે અઠવાડીયા પૂર્વે બિલાભાઈ હરજીભાઈ દલવાડીના પાનના ગલાનો તાળો તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જાકે આ ચોરીના બનાવમાં કેટલી માલમતાની ચોરી થઈ હતી તે બહાર આવ્યું નથી. તો બીજી તરફ ગત મોડી રાત્રીના મોબાઈલની દુકાન ધરાવતા લલિતભાઈ તરશીભાઈ દલવાડીના મોબાઈલ શોપમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી ફુટેજમાં નજરે પડે છે. તાલુકાના ટીકર ગામમાં છેલ્લા અઠવાડીયાથી ચિંતાજનક ચોરીના બનાવો બનવા પામ્યા છે જેમાં આજે મોબાઈલની દુકાનનો શટર તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતો તસ્કર કેમેરામાં કેદ થયો છે. આ બનાવથી ટીકર ગામમાં છેલ્લા એક અઠવાડીયામાં ચારથી પાંચ દુકાનોના તાળા તુટયાનો બનાવ પ્રકાશમાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. તો સાથો સાથ ટીકર ગામના લલિતભાઈ દલવાડીને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે અમારી મોબાઈલની દુકાનમાં તસ્કર ટોળકીએ શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રોકડ રૂ.ર૮પ૦ની ચોરી કરી ગયા હતા. આ અંગે મોબાઈલ ધારકએ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text