હળવદના માથક ગામે યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


હળવદ : હળવદના માથક ગામે યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આયખુ ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના માથક ગામે રહેતા સમીરભાઈ ઉમરભાઈ વડાલીયા ઉ.વ.૨૫એ પોતાની વાડીમાં આવેલ ઓરડીની અંદર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરીને યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text