મોરબીમાં ધો. ૧૨મા ચિત્રકળાનું પેપર આપતો માત્ર એક વિદ્યાર્થી , ૧૫નો સ્ટાફ રહ્યો ખડેપગે

- text


ધો. ૧૦મા ૨૭૮ અને ધો. ૧૨માં ૮૧ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : મોરબીમાં ધો. ૧૨ની પરીક્ષામાં માત્ર એક જ વિદ્યાર્થીએ ચિત્રકળાનું પેપર આપ્યું હતું. આ વિદ્યાર્થી માટે ૧૫ વ્યક્તિનો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો. ઉપરાંત આજે ધો. ૧૨મા ૮ તેમજ ધો. ૧૦મા ૨૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબીમા આજે ધો. ૧૨ની પરીક્ષામાં જિલ્લાના માત્ર એક જ વિદ્યાર્થીએ ચિત્રકળાનું પેપર આપ્યું હતું. નિર્મલ વિદ્યાલય ખાતેના કેન્દ્રમાં આ વિદ્યાર્થીએ પેપર આપ્યું ત્યારે ૫ વ્યક્તિના સ્ટાફને કેન્દ્ર ઉપર તેમજ ૧૦ વ્યક્તિના સ્ટાફને ઝોન કચેરીમાં હાજર રાખવામાં આવ્યો હતો. વધુમાં આજે ધો. ૧૦ની પરીક્ષામાં હિન્દી અને સંસ્કૃતના પેપરમાં ૧૫૩૬૨માંથી ૨૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો. ૧૨મા કોપ્યુટર અને સંસ્કૃતના પેપરમાં ૮૮૧માંથી ૮૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text