23 માર્ચ શહીદ દિને શહિદોને શ્રદ્ધાંજલિ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાશે

- text


મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા તહેવારોની કંઇક અનોખી અને જુદી જ રીતે ઉજવવા માટે જાણીતું છે ત્યારે આગામી 23 માર્ચ શહિદ દિન નિમિતે ભારતને આઝાદી અપાવવામાં દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને શ્રધાંજલી આપવા માટે અને આજના યુવાનો ક્રાંતિકારીઓ વિશે જાણે, સમજે એ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

નિબંધ લેખનના વિષયો 1.ભારતનો સ્વતંત્ર સંગ્રામ 2.આઝાદીના ઇતિહાસની ક્રાંતિકારી ચળવળ,3.આઝાદીના ઇતિહાસનું અવિસ્મરણીય પાત્ર એટલે સહિદ ભગતસિંહ.

નિબંધ લેખન માટે એક કલાકનો સમય રહેશે. નિબંધ લેખન માટે કાગળ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અને 1થી 3 નંબર પ્રાપ્ત કરનારને જાહેર કાર્યક્રમમાં સ્મૃતિચિહ્નન અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. ભાગ લેવા માટે તા.22.3.19 સુધીમાં વોટ્સએપ નં.9825913334 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું. નિબંધ લેખન તા.23.3.19 સમય સવારે:9.00 થી 10.00 સ્થળ:-શ્રી નીલકંઠ વિદ્યાલય,રવાપર રોડ,મોરબી ખાતે યોજાશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text