મોરબીમા ગેરકાયદે ચાઈના કલે ભરેલા બે ટ્રક પકડાયા

- text


 

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીમાં ગેરકાયદે ચાઈના કલે ભરેલા બે ટ્રક ખાણ ખનીજ વિભાગે પકડી પાડ્યા છે. આ બન્ને ટ્રક ક્યાંથી આવ્યા અને ક્યાં જતા હતા તે દિશામાં હાલ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કુબેર સિનેમા નજીકથી ખાણ ખનીજ વિભાગે ચાઈના કલે ભરેલા બે ટ્રકને અટકાવી બિલ સહિતના પુરાવા માંગતા કોઈ પુરાવા ન હોવાનું માલુમ પડતા બન્ને ટ્રકને જપ્ત કર્યા છે. એક ટ્રેકમાં ૧૫ ટન જ્યારે બીજા ટ્રકમાં ૨૦ ટન ચાઈના કલે ભરેલ હોવાનું બહાર આવ્યું છે. સાથે પ્રાથમિક તપાસમાં આ ચાઈના કલે કચ્છમાંથી લઈ જવાતું હોવાનું ખુલ્યુ છે. વધુમાં આ બન્ને ટ્રકનો સમાન કેનો છે અને કોને ત્યાં ડિલિવરી કરવાની હતી તે દિશામાં ખાણ ખનીજ વિભાગે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text