મોરબીમાં બહેનને મિલ્કતમાંથી ભાગ આપવા મામલે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી

- text


 

ત્રણને ઇજા : સામસામી ફરિયાદ, એ ડિવિઝન પોલીસમાં પાંચ સામે નોંધાતો ગુનો

મોરબી : મોરબીમાં વારસાઈ મિલકત મામલે બે સગાભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મારામારીમા ત્રણને ઇજા પણ પહોંચી હતી. ઘટના પોલીસ મથક સુધી પહોંચતા સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં કબીર ટેકરી શેરી નં. ૭મા રહેતા સગાભાઈઓ યોગેશભાઈ ગંગારામભાઈ અંગેચણીયા અને અમિતભાઇ ગંગારામભાઈ અંગેચણીયા વચ્ચે વારસાઈ મિલકત મામલે મારામારી થઈ હતી. આ બનાવમાં અમિતભાઈના પત્ની અંજલિબેને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે યોગેશભાઈ, રીટાબેન અને સરોજબેને મળીને તેઓના પતિ અમિતભાઇ સાથે ઝપાઝપી કરી તેમજ પુત્ર વિશ્વરાજને ખાટલાની ઇસ મારતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.

- text

જ્યારે વળતી ફરિયાદમાં રીટાબેન ગંગારામભાઈ અંગેચણીયાએ જણાવ્યું હતું કે તેઓએ વારસાઈ મિલકતમા ભાગ બટાઈ કરવાની વાત કરતા તેના ભાઈ અમિતભાઇ અને ભાભી અંજનાબેને વાળ પકડીને તેમને દીવાલ સાથે ભટકાડી ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસે સામસામી ફરિયાદના આધારે કુલ પાંચ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text